THE BHIMJIBHAI R
Founder Message
સરસ્વતી માતાનું શિશુમંદિર “ધી બેસ્ટ હાઈસ્કૂલ”આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આધુનિકઅને ઝડપી યુગમાં આપણે ઉતાવળું પગલું ભરી લઈએ છીએ જે બાળકની કારકીર્દિ માટે એકગંભીર બાબત કહેવાય પરંતુ જયારે આપણા “બાળક” નાં ભવિષ્યની વાત આવે ત્યારે આપણે ચોક્કસપણેશાંતિથી યોગ્ય નિર્ણય લેવો જ રહયો. આજના ઝડપથી વિકસતા જતાં વિશ્વમાં જ્ઞાનના નવા આયામો દિનપ્રતિદિન ખુલી રહ્યાં છે ત્યારે સમગ્ર વિશ્વને સમજી શકે અને ભવિષ્યની શોધો અનેવિસ્તરતા જતાં જ્ઞાનને આત્મસાત કરી શકે તેવા વિચારશીલ, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્તઅને હકારાત્મક વિચારસરણી વાળા યુવાનો તૈયાર કરવાની જવાબદારી આપણા સૌની છે.
શિક્ષણનો મુખ્ય હેતુ વિશાળકાય ઇમારત કે અન્ય સાધન સુવિધા નહિ, પરંતુ બાળકમાં સામાજિક, શૈક્ષણિક, માનસિક, માનવતાવાદી તથા રાષ્ટ્રભાવનાના ગુણો કેળવાય એ જરૂરી છે. શાળાપસંદગીની બાબતમાં આપણે કેવી શાળા પસંદ કરવી ? તે શાળાનું શૈક્ષણિક અને સામાજિક વાતાવરણ કેવું છે ? અભ્યાસ ઉપરાંતની પ્રવૃતિઓનું આયોજન થાય છે કે નહીં ? આપણા બાળકોનો કેટલો સમય ટ્રાવેલિંગમાં જાય છે ? આવી અનેક બાબતોનો વિચાર કરવો જ જોઈએ કારણકે આપણું બાળક ‘કોમળ ફૂલ’છે આ ફૂલ સંપૂર્ણ ખીલી ઉઠે એવા સકારાત્મક પ્રયત્નો કરવામાટે અમો તત્પર છીએ.
તો આવો આપણે સૌ સાથે મળીને બાળકના ઉજ્જવળ અને દિવ્યભવિષ્ય માટે “એક કદમ સફળતા તરફ...” આગળ વધીએ.... આપનીસૌની શાળા “ધી બેસ્ટ હાઈસ્કૂલ”