મિત્રો,વિનયન-વાણિજ્ય-વિજ્ઞાનનાં સ્નાતક કે અનુ-સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી. સમયહતો તેથી બી.એડ. ની તાલીમ લીધી, એટલે બની ગયા શિક્ષક ! ના, આ તો થઈ માત્ર વિદ્યાકીય લાયકાત. આપણે તો બનવું છે આશાસ્પદ શિક્ષક, ભવિષ્યનાં સમાજને આદર્શ પુરો પાડે તેવાં શિક્ષક,વિદ્યાર્થીના ચારિત્ર્યને ઘડનાર શિક્ષક, રાષ્ટ્રીય ગરિમાઉજાગર કરે/કરાવે તેવાં શિક્ષક, નિષ્પ્રાણ નહિ, પ્રાણવાન શિક્ષક.
આપણે માટે "શિક્ષણ" એ રોજી-રોટી કમાવા માટેનુંએકમાત્ર સાધન નહીં હોય, આપણે માટે એ 'ધંધો' નહિ પણ 'ધર્મ' હોય, શિક્ષકનો 'વ્યવસાય' એ આપણું ફક્ત વળગણ નહીં પણ 'વ્રત' હોય, વિદ્યાર્થીઓ સાથેનીલાચારી નહિ પણ વફાદારી હોય, એ આપણી કર્તવ્યયાત્રા હોય, શિક્ષક બનવું એ આપણે માટે જીવન પર્યન્ત ગૌરવપ્રદ ઘટના હોય, "શિક્ષણ" એ પ્રભુએ સોંપેલી આપણી દિવ્ય જવાબદારી છે.
મને શ્રધ્ધા જ નહિ, વિશ્વાસ છે કે પરિવર્તન પામતા સમયને પારખી આવતીકાલની સમસ્યાઓને પહોંચીવળવા આપણે નવા કૌશલ્યો વિકસાવી, વર્ગખંડમાં શિક્ષણકાર્યનેવધુ અસરકારક બનાવવા આધુનિક ટેકનૉલોજી હાર્ડવેર અને સૉફ્ટવેરનો ઉપયોગ કરીવિદ્યાર્થીનું જીવન ઉન્નત અને બહેતર બને તેવી કેળવણી આપવા આપણે સક્ષમ બનીએ.
આચાર્યશ્રી, ધી બેસ્ટ હાઈસ્કૂલ
ભૂપતભાઈ સોલંકી [બી.એ. બી.એડ.]